તું તું નથી માનવા ની મને ખબર છે... તું જાણી ગઈ એટલે નથી માનવા ની એની પણ મને ખબર છે.. તું માની જૈસ તો પણ અમને ખુસી સિવાય કાઈ મળવા નું નથી.. અને નૈ માને તો પણ કાઈ મળવા નું નથી.. પણ આ માનવા ના માનવા ના ભેદભરમ માં તું સુ કામ મૂંઝાય છે... હું કાઈ લેવા માટે મનાવતો નથી તને... કે હું કાઈ આપવા માટે પણ મનાવતો નથી... હું સુ લઉં તારી પાસે થી...? તે તું આમ ડરી રહી છે.. મને ખબર છે તારી પાસે કસું જ નથી... જન્મ્યા ત્યારે કસું જ નૈ ખાલી એમ ને એમ આવી ગયા હતા, જેમ તું ખાલી હાથે આવી એમ હું પણ ખાલી હાથે જ આવ્યો હતો.. મારી પાસે પણ કસું જ નથી... પણ તું જરાક તો વિચાર કે હું તારા માટે વિચારું છું.. પણ તું આજ નૈ માને જાણું છું હું.. પણ તારું સામર્થ, તારા સુકાયેલા પત્તા જેવું ચામડું, અને ખખડી ગયેલા હાડકાઓ ની વચ્ચે થી માંસ વિલુપ્ત થઇ જશે, જયારે તું રહી જૈસ એક માત્ર કાયા, ત્યારે વિચાર જ મારા માટે કે હું કેમ તારા માટે વિચારતો હતો. તારા હાથ ની વાંકી વળી ગયેલી આંગળીઓ જરા થોડી તાકાત કરી ને હથેળી જોવા ની કોશિશ કરજે, કે કઈ હસ્ત રેખા નું તને અભિમાન હતું.. તારી મોતિયાબિંદ વાળી આંખો થી જરા દુર નું જોવ...